રાજકોટ શહેરમાં ગ્રાહકના સ્વાંગમાં આવી વેપારીની નજર ચૂકવી પટોળાની ચોરી કરનાર ચાર મહિલા આરોપીની એ ડિવિઝન પોલીસે ધરપકડ કેઈ છે. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી બાદમાં આરોપી મહિલાઓ ગોંડલ રોડ પર સ્વામિનારાયણ ગુરુકુળ ઓવરબ્રિજ પાસે હોવાની ચોક્કસ માહિતી આધારે સ્થળ પરથી પુષ્પા પરમાર, દીપા ગોહેલ, આશા રાઠોડ અને ઉમા ખેર નામની ચાર મહિલા આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ચોરી માં ગયેલ પટોળા પૈકી 6 પટોળા કિંમત રૂ. 56,520 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીઓ પૈકી આશા રાઠોડ અને પુષ્પા પરમાર અગાઉ માલવિયાનગર પોલીસ સ્ટેશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.