મોટાભાગના શિવ ભક્તો રૂદ્રાક્ષ ધારણ કરે છે. તેને ભગવાન શિવનું પ્રતિક માનવામાં આવે છે. રુદ્રાક્ષને હાથ પર બંગડી તરીકે અને ગળામાં માળા તરીકે પહેરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો રૂદ્રાક્ષ ધારણ કરે છે તેમને ભગવાન શિવની કૃપા મળે છે અને તેમની નકારાત્મકતા દૂર થાય છે.
ઉજ્જૈનના જ્યોતિષી અને શિવપુરાણ કથાકાર પં. મનીષ શર્માના જણાવ્યા મુજબ, એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ હતી. આ સંબંધમાં પ્રચલિત દંતકથા અનુસાર, એકવાર ભગવાન શિવ ધ્યાનમાં બેઠા હતા. ધ્યાન દરમિયાન ભગવાન શિવની આંખોમાંથી થોડાં આંસુ પડ્યાં. પૃથ્વી પર આંસુ પડતાં જ ત્યાં રુદ્રાક્ષનાં વૃક્ષો ઉગ્યાં.
આ છે રુદ્રાક્ષ સાથે જોડાયેલી ખાસ વાતો
રુદ્રાક્ષની એક મુખીથી લઈને 14 મુખી સુધીના હોય છે. દરેક રુદ્રાક્ષનું પોતાનું આગવું મહત્ત્વ છે. જુદી જુદી ઈચ્છાઓ માટે અલગ-અલગ રુદ્રાક્ષ ધારણ કરવાની સલાહ જ્યોતિષીઓ આપે છે.
કદ પ્રમાણે રૂદ્રાક્ષના 3 પ્રકાર છે. રૂદ્રાક્ષનો પ્રથમ આકાર આમળા જેવો થોડો મોટો છે. બીજો રુદ્રાક્ષ બોર જેવો અને ત્રીજો રુદ્રાક્ષ ચણાના દાણા જેવો છે. ભક્તો પોતાની પસંદગી મુજબ રૂદ્રાક્ષ ધારણ કરે છે.
રુદ્રાક્ષ ધારણ કરનાર લોકોએ ખોટા વિચારોથી દૂર રહેવું જોઈએ. વ્યક્તિએ નશો અને માંસાહારી ખોરાકથી દૂર રહેવું જોઈએ.
રુદ્રાક્ષ ધારણ કરનારા લોકોએ સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ભગવાન અથવા ભગવાનના પ્રસાદનો ક્યારેય અનાદર કરશો નહીં.
રૂદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિએ માતા-પિતા અને ગુરુનો અનાદર ન કરવો જોઈએ. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ. એવા કામ ન કરો જેનાથી બીજાને દુઃખ થાય.