Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ચશ્માનું ઉત્પાદન કરતી કંપની લેન્સકાર્ટ વિશ્વની સૌથી મોટી આઇવેર મેન્યુફેક્ચરિંગ બનાવવાની ફેક્ટરી બનાવવા જઈ રહી છે. તેલંગાણામાં બનેલી આ ફેક્ટરી માટે કંપની રૂ. 1,500 કરોડનું રોકાણ કરી રહી છે. લેન્સકાર્ટનો આ પ્લાન્ટ અંદાજે 2100 નોકરીઓનું સર્જન કરશે.


લેન્સકાર્ટના સહ-સ્થાપક અમિત ચૌધરીએ આજે એટલે કે રવિવારે (8 ડિસેમ્બર) જણાવ્યું હતું કે, આ ફેક્ટરીમાં આઇવેર, લેન્સ, સનગ્લાસની સાથે-સાથે એસેસરીઝ અને અન્ય પ્રોડક્ટ્સ પણ બનાવવામાં આવશે. આ ઉત્પાદન સુવિધામાંથી લેન્સકાર્ટ દક્ષિણ-પૂર્વ એશિયા અને મધ્ય પૂર્વમાં ઉત્પાદનોની નિકાસ પણ કરશે.

8 ડિસેમ્બરના રોજ રેવન્થ રેડ્ડીની આગેવાની હેઠળની સરકારે એક વર્ષ પૂર્ણ થવા પર કંપની સાથે આ સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કર્યા. કાર્યક્રમમાં અમિત ચૌધરીએ કહ્યું કે, કંપની ઘણા રાજ્યોમાં આ માટે શક્યતાઓ શોધી રહી છે, પરંતુ તેઓ તેલંગાણાના વિકાસથી પ્રભાવિત થયા હતા અને તેમણે સરકાર સાથે આ ડીલ કરી છે.