વિસ્કોન્સિનની એક ખાનગી ક્રિશ્ચિયન સ્કૂલમાં સોમવારે ગોળીબાર બાદ હુમલો કરનાર એક કિશોર સહિત ત્રણ લોકોનાં મોત થયા છે અને 6થી વધુ લોકો ઘાયલ થયા છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. હુમલો કરનાર કિશોર એબન્ડન્ટ લાઈફ ક્રિશ્ચિયન સ્કૂલનો જ વિદ્યાર્થી હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. જો કે, તેણે શા કારણથી ગોળીબાર કર્યો એ વિશે કોઈ જાણકારી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી. આ ઘટનામાં હુમલો કરનાર વિદ્યાર્થી સહિત અન્ય એક વિદ્યાર્થી તેમજ એક શિક્ષકનું મોત થયું છે.
મેડિસન પોલીસ ચીફ શોન બાર્ન્સ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. આ ઘટનામાં અગાઉ મૃત્યુઆંક પાંચ થયો હોવાનું જણાવાયું હતું. જો કે તેમણે પીડિતો વિશે કોઈ વિગતો આપી ન હતી પરંતુ જણાવ્યું હતું કે એબન્ડન્ટ લાઈફ ક્રિશ્ચિયન સ્કૂલમાં ગોળીબારમાં અન્ય લોકો ઘાયલ થયા છે. પોલીસના ગોળીબારમાં હુમલો કરનાર કિશોરનું મોત થયું હતું.
બાર્ન્સે કહ્યું હતું કે પોલીસે સોમવારે બપોરે શાળાની આસપાસના રસ્તાઓ બંધ કરી દીધા હતા. ફેડરલ બ્યુરો ઑફ આલ્કોહોલ, ટોબેકો, ફાયરઆર્મ્સ અને એક્સપ્લોઝિવ્સના એજન્ટોએ સ્થાનિક કાયદાના અમલીકરણ માટે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.