Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

25 ડિસેમ્બર ક્રિસમસને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાત સહિત દેશભરમાં ક્રિસમસની ઉજવણીનો અનેરો ઉન્માદ જોવા મળી રહ્યો છે. ક્રિસમસના વેકેશનમાં ગુજરાતીઓ મીની ટ્રીપનું આયોજન કરતા હોય છે. જેમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાથી લોકો ગોવા, દુબઇ, સિંગાપોર, મલેશિયા સાથે વિયેતનામ જવાનું વધારે પસંદ કરે છે. જોકે, ક્રિસમસને લઈને એરલાઈન્સના ભાડામાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. જે શિયાળાની ઠંડીમાં લોકોના ખિસ્સા ગરમ કરી દેશે.


સામાન્ય દિવસો કરતા ક્રિસમસના દિવસોમાં ફ્લાઈટના ભાડામાં 15થી 20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. એક વ્યક્તિ દીઠ રાઉન્ડ ટ્રીપમાં રાજકોટથી ગોવાનું ભાડું રૂ. 9500થી વધી રૂ. 11000 થઈ ગયું છે. જ્યારે અમદાવાદથી દુબઇની ફ્લાઈટનું ભાડું રૂ. 33000થી વધી રૂ. 37000 થયું છે. જ્યારે વડોદરા અને સુરતથી પોર્ટબ્લેરની ફ્લાઇટનું ભાડું રૂ. 29500થી વધી રૂ. 65000 થયું છે. જોકે, આ વખતે શિયાળાની શરૂઆતમાં જ કડકડતી ઠંડી પડતા ક્રિસમસ વેકેશન ટ્રીપમાં થોડી બ્રેક લાગી છે.