Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ટ્રેનોમાં મુસાફરી કરતા દિવ્યાંગ વ્યક્તિઓને રેલવે દ્વારા જારી કરાયેલા પાસના આધારે ટિકિટ પર છૂટ આપવામાં આવે છે. આ પાસ મેળવવા માટે દિવ્યાંગજનોને DRM ઓફિસમાં આવવું પડતું હતું, પરંતુ હવે દિવ્યાંગજનો ઘરે બેઠા પાસ મેળવી શકે તે માટે દિવ્યાંગજન કાર્ડ એપ શરૂ કરવામાં આવી છે. દિવ્યાંગોએ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવી પડશે, મુખ્યાલય (ડીઆરએમ ઓફિસ) આવવાની જરૂર નથી. ઓનલાઈન સુવિધા શરૂ કરવામાં આવતા રાજકોટ રેલવે ડિવિઝનમાં હવે દિવ્યાંગ લોકો રેલ્વે કન્સેશન કાર્ડ ઘરેબેઠા બનાવી શકશે.


રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, ભારતીય રેલવેએ દિવ્યાંગો માટે કન્સેશન સર્ટિફિકેટ બનાવવા માટે એક પોર્ટલ તૈયાર કર્યું છે, જે દિવ્યાંગોને કન્સેશન સર્ટિફિકેટ મેળવવામાં મદદરૂપ થશે. આ કાર્ડ મેળવવા માટે, એપમાં જરૂરી વિગતો ભરો, જેમાં આઈડી પ્રૂફ, મોબાઈલ સાથે લિંક કરેલ આધાર કાર્ડ, સિવિલ સર્જન તરફથી અપંગતા પ્રમાણપત્ર, રહેણાંક પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર, હોસ્પિટલ દ્વારા જારી કરાયેલ રેલવે કન્સેશન પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટો, રેશન કાર્ડ કાર્ડની એક નકલ સબમિટ કરવાની રહેશે.

ડીઆરએમ ઓફિસના અધિકારીઓ ફોર્મનું નિરીક્ષણ કરશે. દિવ્યાંગજન એપનો ઉપયોગ કરીને, વ્યક્તિ પોતાના મોબાઇલ પર ઇ-દિવ્યાંગજન કાર્ડ ડાઉનલોડ કરી શકશે. આ પોર્ટલની મદદથી, દિવ્યાંગ લોકો તેમના ઘરેથી કન્સેશનલ સર્ટિફિકેટ માટે ઓનલાઈન અરજી કરી શકશે. જેથી દિવ્યાંગજનોને હવે આ કામ માટે રેલવેના ડીઆરએમ ઓફિસ કાર્યાલયમાં આવવાની જરૂર રહેશે નહીં.