10 ડિસેમ્બરે મહારાષ્ટ્રના પરભણીમાં આંબેડકર સ્મારકમાં તોડફોડ કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘટનાના 12 દિવસ બાદ સોમવારે પરભણી પહોંચ્યા હતા.
તેમણે અહીં મૃતક સોમનાથ સૂર્યવંશી અને વિજય વાકોડેને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના પરિવારજનોને પણ મળ્યા હતા. સોમનાથ સૂર્યવંશીની પોલીસે ધરપકડ કરી હતી. 15 ડિસેમ્બરે પોલીસ કસ્ટડીમાં તેનું મૃત્યુ થયું હતું.
રાહુલે કહ્યું, 'હું હમણાં જ પીડિતાના પરિવારને મળ્યો, તેઓએ મને પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોટો-વીડિયોઝ બતાવ્યા, સોમનાથનું મૃત્યુ 100% કસ્ટોડિયલ ડેથ છે, પોલીસ દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસને સંદેશ આપવા માટે મુખ્યમંત્રીએ વિધાનસભામાં ખોટું બોલ્યું છે.
રાહુલે કહ્યું- સોમનાથની હત્યા એટલા માટે કરવામાં આવી કારણ કે તે દલિત હતો અને બંધારણની રક્ષા કરી રહ્યો હતો. RSSની વિચારધારા બંધારણને નષ્ટ કરવાની છે. અમે ઇચ્છીએ છીએ કે આ મુદ્દો ઉકેલાય અને જેમણે આવું કર્યું તેમને સજા મળવી જોઈએ.