Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પોતાની ઓળખાણ સચિવાલયના અધિકારી તરીકે આપીને ગરીબ લોકોને પ્રધાન મંત્રી આવાસ યોજનાની સ્કીમમાં મકાન ફાળવવાના બહાને એક ગઠિયાએ 250 લોકો પાસેથી રૂ.3 કરોડ પડાવી લીધા હતા. મહાઠગ કિરણ પટેલની મિની આવૃત્તિ કહી શકાય તેવા આ ગઠિયા વિરુદ્ધ મળેલી સંખ્યાબંધ રજૂઆતોના આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો. આ ગઠિયો મકાનના રજિસ્ટ્રેશન પેટે રૂ.30થી 50 હજાર અને ત્યારબાદ દસ્તાવેજ ફી પેટે રૂ.1.40 લાખથી રૂ.1.60 લાખ પડાવતો હતો. જેમાં ભોગ બનનારી મોટાભાગની મહિલા હતી.

સાયન્સ સિટી રોડ અને થલતેજ ખાતે બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના બહાને વિરમસિંહ રાઠોડ નામના માણસે અનેક લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા. આ અંગે ભોગ બનનારા કેટલાક લોકોએ ઝોન-1 ડીસીપી બલરામ મીણાને રજૂઆત કરી હતી.

ટીમે વિરમસિંહ ઉર્ફે વિરેન્દ્રસિંહ રાઠોડ (શાનવી એપાર્ટમેન્ટ,બોપલ)ને ઝડપી લીધો હતો. વિરમસિંહની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે, તેણે બીએ સુધીનો અભ્યાસ કરેલો છે અને હાલમાં જીપીએસસની તૈયારી કરતો હતો. જ્યારે 2022માં તેણે એકાદ બે વ્યક્તિને પોતાની ઓળખાણ સચિવાલયના અધિકારી તરીકે આપી પૈસા પડાવ્યા હતા. જો કે 2 લોકોને સરળતાથી છેતર્યા બાદ લોકોને છેતરવાનો ધંધો શરૂ કરી દીધો હતો. 2022 થી આજ દિન સુધીમાં 250 લોકો પાસેથી રૂ.3 કરોડ પડાવી લીધા હતા. ઝોન - 1 ડીસીપીએ જણાવ્યું કે વિરમસિંહ વિરુધ્ધ વસ્ત્રાપુર, સોલા અને નારણપુરા પોલીસમાં 3 ગુના નોંધાયા છે. હજુ વધુ ગુના નોંધાશે.