રાષ્ટ્રપતિ બાઈડને શનિવારે વિવાદાસ્પદ અમેરિકન ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ સહિત 18 લોકોને સર્વોચ્ચ અમેરિકન નાગરિક સન્માન (પ્રેસિડેન્શિયલ મેડલ ઑફ ફ્રીડમ) આપ્યું હતું. જ્યોર્જ સોરોસના સ્થાને, તેમનો પુત્ર એલેક્સ સોરોસ મેડલ લેવા પહોંચ્યો હતો.
ટેસ્લાના માલિક ઈલોન મસ્કએ પણ સોરોસને ફ્રીડમ મેડલ મળવા પર પ્રતિક્રિયા આપી છે. મસ્કે મેડલ આપવાના નિર્ણયને હાસ્યાસ્પદ ગણાવ્યો છે.
આ યાદીમાં સોરોસ ઉપરાંત ભૂતપૂર્વ વિદેશ સચિવ હિલેરી ક્લિન્ટનને પણ પ્રેસિડેન્શિયલ મેડલ ઑફ ફ્રીડમ એનાયત કરવામાં આવ્યો હતો. આ મેડલ માટે કુલ 19 લોકોની પસંદગી કરવામાં આવી હતી. જોકે, તેમાંથી માત્ર 18 જ મેડલ લેવા આવ્યા હતા.
આર્જેન્ટીનાનો સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી મેડલ સુધી પહોંચી શક્યો નથી. આ સિવાય પૂર્વ એટર્ની જનરલ રોબર્ટ કેનેડી, ફેશન ડિઝાઈનર રાલ્ફ લોરેન, એક્ટર ડેન્જેલ વોશિંગ્ટન જેવા દિગ્ગજ લોકોના નામ પણ આ યાદીમાં છે. જે લોકોને એવોર્ડ મળ્યો છે તેઓ રાજકારણ, રમતગમત, મનોરંજન, માનવ અધિકાર, LGBTQ+, વિજ્ઞાન જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા છે.