2015માં યમને એક મિલિયન બેરલ તેલથી ભરેલાં એક સુપર ટેન્કર જહાજને રેડ સી એટલે લાલ સાગરમાં છોડી દીધું હતું. હવે 8 વર્ષ પછી સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે UNએ કહ્યું છે કે આ જહાજ કોઈપણ સમયે ફાટી જશે અથવા ડૂબી જશે.
જેના દ્વારા યમન સહિત 4 દેશોને ઘણું નુકસાન થવાની શક્યતા છે. યમનમાં UNના ચીફ ડેવિડ ગ્રેસલીએ કહ્યું- અમે ઇચ્છતાં નથી કે રેડ સી પણ બ્લેક સીમાં બદલાઇ જાય, પરંતુ હવે આવું જ થશે.
સાફેરને 1976માં એક જાપાની કંપની હિટાચી જેસોને બનાવ્યું હતું. આ જહાજ 362 મીટર લાંબુ છે અને તેનું વજન 4 લાખ 6 હજાર 640 ટન છે. વર્ષ 1988માં યમનની એક કંપનીએ તેને સ્ટોરેજ શિપમાં બદલી નાખ્યું હતું અને તેમાં તેલ રાખવાનું શરૂ કરી દીધું હતું.
વર્ષ 2015માં યમને હૂતી વિદ્રોહીયો અને સાઉદીના સમર્થન કરનારી સરકારમાં ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું. ત્યાર બાદ યમનના દરિયાના કિનારાનો વિસ્તાર હૂતી વિદ્રોહીઓના કબ્જા હેઠળ આવી ગયો. આ વિસ્તાર કબ્જા હેઠળ આવતાં જ વિદ્રોહીઓએ સૌથી પહેલાં બધી જ લોકલ અને ઇન્ટરનેશનલ સંસ્થાઓના વિસ્તારમાં પ્રવેશ અંગે પ્રતિબંધ લગાવી દીધો. દેખરેખના અભાવમાં ખરાબ થઈ રહેલાં સાફેરને ઠીક કરવા માટે હૂતી વિદ્રોહીઓએ UNને પણ મંજૂરી આપી નહીં.