15 જાન્યુઆરીએ સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 241 રૂપિયા વધીને 78,269 રૂપિયા થયો છે. અગાઉ સોનાનો ભાવ 78,028 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો.
તેમજ, એક કિલો ચાંદીની કિંમત 178 રૂપિયા વધીને 88,908 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અગાઉ તે 88,730 રૂપિયા પ્રતિ કિલો હતો. ગયા વર્ષે 30 ઓક્ટોબરે સોનાએ 79,681 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઓલ ટાઈમ હાઈ પર હતું. તેમજ 23 ઓક્ટોબર 2024ના રોજ ચાંદી 99,151 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી.