ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ગુરુવારે રમાયેલી રોમાંચક મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને એક રનથી હરાવ્યું હતું. ટીમના ભુવનેશ્વર કુમારે છેલ્લી ઓવરમાં રોવમેન પોવેલ અને રવિચંદ્રન અશ્વિન સામે 13 રન ડિફેન્ડ કર્યા હતા.
હૈદરાબાદ તરફથી પેટ કમિન્સ અને ટી નટરાજને 2-2 વિકેટ ઝડપી હતી. રાજસ્થાન તરફથી રિયાન પરાગે 77 રન અને યશસ્વી જયસ્વાલે 67 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. રાજસ્થાન 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 200 રન બનાવી શક્યું હતું.
રાજસ્થાન રોયલ્સને છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી. રોવમેન પોવેલ અને રવિચંદ્રન અશ્વિને 5 બોલમાં 11 રન બનાવ્યા હતા. છેલ્લા બોલ પર 2 રનની જરૂર હતી પરંતુ ભુવનેશ્વર કુમારે પોવેલને LBW આઉટ કર્યો હતો. આ સાથે હૈદરાબાદે મેચ એક રનથી જીતી લીધી હતી.