બજેટ 2025 રજૂ થવામાં હવે થોડાંક જ દિવસો બાકી છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમન સંસદમાં 1 ફેબ્રુઆરી 2025ના રોજ સંસદમાં નાણાંકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. સંસદમાં બજેટ રજૂ થાય તેની પહેલા દર વર્ષ દેશના નાણાંમંત્રી દ્વારા ‘હલવા સેરેમની’નું આયોજન કરવામાં આવે છે. જાણો બજેટ પહેલા કેમ યોજવામાં આવે છે ‘હલવા સેરેમની’ અને તેની પાછળનો ઇતિહાસ
શુભ કાર્ય શરૂ કરતી વખતે ‘મોં મીઠુ કરવાની’ પરંપરા ભારતમાં કોઇ પણ શુભ કાર્ય શરૂ કરવાની પહેલા ‘મોં મીઠુ કરવાની’ પરંપરા છે અને તેનું જ અનુકરણ બજેટમાં કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જ્યારે દેશના બજેટનું પ્રિન્ટિંગ પૂર્ણ થઈ જાય છે, ત્યારે તે દરમિયાન નાણા મંત્રાલય અને તેના કર્મચારીઓ એક વિશેષ સમારોહનું આયોજન કરે છે. જેને ‘હલવા સેરેમની’ કહેવામાં આવે છે.