ટીમ ઈન્ડિયા હાલ યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર આગામી T20 વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યું છે ત્યારે, મોહમ્મદ સિરાજ, શિવમ દુબે, ઋતુરાજ ગાયકવાડ અને અન્ય જેવા જાણીતા ભારતીય ક્રિકેટરોએ મુંબઈમાં યુએસ રાજદ્વારીઓ સાથે તેમની ક્રિકેટ સ્કિલ્સ શેર કરી હતી.
આ ટુર્નામેન્ટ 1 જૂન એટલે ગઈકાલથી શરૂ થઈ હતી. જેમાં કો-હોસ્ટ USAએ, ઓપનિંગ મેચમાં કેનેડા સામે જીતી હતી. જેમ જેમ વર્લ્ડ કપનો ફિવર વધતો જાય છે. ભારતના ટોચના સ્ટાર્સ મોહમ્મદ સિરાજ, ગાયકવાડ, તેની પત્ની ઉત્કર્ષા પવાર, દુબે અને જીતેશ શર્માએ અમેરિકન રાજદ્વારીઓને ક્રિકેટની ABCD શીખવાડી હતી.
યુએસ કોન્સ્યુલેટ જનરલ મુંબઈએ X પોસ્ટ પર એક પોસ્ટને કેપ્શનમાં લખ્યું હતું કે "જ્યારે તેઓ 2024 ICC T20 વર્લ્ડ કપ માટે યુનાઇટેડ સ્ટેટ્સ તરફ પ્રયાણ કરે છે, ત્યારે ભારતીય ક્રિકેટરો મોહમ્મદ સિરાજ, ઉત્કર્ષા પવાર, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે અને જીતેશ શર્માએ અમારા અમેરિકન રાજદ્વારીઓને ક્રિકેટના નટ અને બોલ્ટ શીખવવા માટે ટીમ બનાવી હતી.