ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. દુબઈમાં રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું. કેપ્ટન રોહિત શર્માના શાનદાર 76 રનની મદદથી ટીમે 49 ઓવરમાં 252 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. પ્રથમ બેટિંગ કરતા, કિવીઝે ડેરીલ મિચેલ અને માઈકલ બ્રેસવેલની અડધી સદીની મદદથી 7 વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા. ભારત તરફથી કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી.
રવિવારે ઘણી મોમેન્ટ્સ જોવા મળી. રચિન રવીન્દ્રને 2 ઓવરમાં 3 લાઇફ લાઇન મળી. કુલદીપે તેને તેના પહેલા બોલ પર બોલ્ડ આઉટ કર્યો. ગ્લેન ફિલિપ્સે હવામાં કૂદકો માર્યો અને ગિલનો કેચ કર્યો. રોહિતે મિચેલનો કેચ છોડી દીધો. રવીન્દ્ર જાડેજાએ રન આઉટની તક ગુમાવી. ભારતે 4 કેચ છોડ્યા જ્યારે કિવી ટીમે 2 કેચ છોડ્યા.