શહેરમાં 150 ફૂટ રોડ પર અમીપાર્કમાં રહેતા શખ્સે પોતાની હોસ્પિટલમાં નોકરી પર રાખી મિત્રતા કેળવી હતી. બાદમાં મહિલા તબીબની સગાઇ થતા તેને માધાપર ચોકડીએથી કારમાં બેસાડી 150 ફૂટ રિંગ રોડ પર ઓફિસમાં લઇ જઇ મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરી વીડિયો ઉતારી સગાઇ તોડી નાખવાની નહીંતર વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હોવાના બનાવમાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી વધુ કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં રહેતી એક મહિલા તબીબે ફરિયાદ કરી હતી જેમાં આરોપી તરીકે અમીપાર્કમાં રહેતો સુનિલ હિંમતલાલ સુચકનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ સુનિલે તેનું ક્લિનિક ચલાવવા માટે આપવાની જાહેરાત આપી હતી. જેથી મહિલા તબીબે ફોન નંબરથી સુનિલનો કોન્ટેક કર્યો હતો. બાદમાં સુનિલએ જણાવ્યું હતું કે, તેની પત્ની તબીબ હોય અને તેને આ ક્લિનિક શરૂ કર્યું હોય અને કોરોનાકાળમાં તેનું અવસાન થતા ક્લિનિક બંધ હોય તમે ચલાવતા હોય તો નફામાં 50 ટકા ભાગમાં ચલાવવા આપીશ જેથી તેને ક્લિનિક ચલાવતા હોય બાદમાં વધુ અભ્યાસ માટે મહિલા તબીબે ક્લિનિક છોડી દીધું હતું, બાદમાં અભ્યાસ કરતી હોય બાદમાં જાન્યુ.માં તેની સગાઇ નક્કી થવાની હોય મહિલાએ સુનીલને વાત કરી હતી. જેથી તેને ગમ્યું નહતંુ બાદમા તેની સગાઇ થતા તેને નહી ગમતા તેને ઝઘડો કર્યો હતો.
દરમિયાન મહિલા તબીબ કોલેજ જવા માટે જામનગર રોડ બસ સ્ટેન્ડએ ઉભા હતા ત્યારે સુનીલ કાર લઇને આવ્યો હતો અને તમારું કામ છે કહી શિતલ પાર્ક પાસેના ધ સ્પાયર બિલ્ડિંગમાં ઓફિસે લઇ ગયો હતો અને તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરી તેનો વીડિયો ઉતારી લઇને મારકૂટ કરી હતી અને કોઇને આ વાત કરીશ તો તારો વીડિયો વાયરલ કરીને તને બદનામ કરી દઇશ તેમ કહી ધમકી આપી હતી.બાદમાં થોડાક દિવસો બાદ ફરી જામનગર રોડ પરથી કારમાં બેસાડી શરીરે અડપલાં કર્યા હતા. બાદમાં તેના ઘેર જઇને શખ્સે તારી સગાઇ તોડી નાખજે તુ બીજે કોઇની સાથે લગ્ન કર તે મને પોસાતું નથી જો લગ્ન કરીશ તો તારા પતિ સહિતને વીડિયો વાયરલ કરીશ તેમ કહી ધમકી આપી હતી.