રાજકોટ મહાનગરપાલિકાના સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ચંદ્રેશનગર મેઇન રોડ પર માયાણી ચોક પાસે, બેકબોન શોપિંગ સેન્ટર પાસે આવેલા “પટેલ ડાઈનિંગ હોલ” પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી શાકભાજી અંદાજિત 3 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને હાઈજિનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.
તેમજ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ચંદ્રેશનગર મેઇન રોડ, માયાણી ચોક પાસે, બેકબોન શોપિંગ સેન્ટર પાસે આવેલી “ પટેલ ફાસ્ટફૂડ” પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી ચટણી તથા એક્સપાયરી સોસ, મેયોનીઝ, ફેટ્સ સ્પ્રેડ, બ્રેડ, પાઉં વગેરે મળીને અંદાજિત 8 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો મળી આવતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
તેમજ પેઢીને હાઈજિનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. તેમજ નાણાવટી ચોકથી રામેશ્વર હોલ સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 5 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી.