Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

નાગપુર પછી હવે ઈન્દોરની પિચને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે. એક્સપર્ટ આને એવરેજ રેટિંગ આપી રહ્યા છે. કારણ કે ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે ટીમ ઈન્ડિયા માત્ર અઢી કલાકમાં જ 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાના બેટર્સ ઓસ્ટ્રેલિયાના સ્પિનર્સની સામે ટકી શક્યા નહોતા.


હકીકતમાં, પિચને ડ્રાઇ રાખવામાં આવી અને સ્પિન ફ્રેન્ડલી બનાવવામાં આવી હતી. પિચ પર 4.8 ડિગ્રીનો ટર્ન જોવા મળ્યો હતો. આ નાગપુરમાં 2.5 ડિગ્રી હતો. પહેલી ટેસ્ટનિ પિચને લઈને પણ ઘણા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયન મીડિયાએ કહ્યું હતું કે નાગપુરની પિચ ટેસ્ટ રમવાને લાયક નથી.

પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાના સ્પિનર મેથ્યૂ કુહનેમને 5 વિકેટ અને નાથન લાયનને 3 વિકેટ મળી હતી. તો ટોડ મર્ફીને 1 વિકેટ મળી હતી. જ્યારે એક રનઆઉટ થયો હતો. ટૂંકમાં મોટાભાગની વિકેટ્સ સ્પિનર્સના ખાતામાં ગઈ હતી.