સુરતના બમરોલી રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. કારચાલક બમરોલી રોડ પર બાઈક પર સવાર પરિવારને અડફેટે લઈ ભાગી છૂટ્યો હતો. અકસ્માતની ઘટનામાં પતિ-પત્ની અને બાળકને ઈજા પહોંચી હતી. ત્યારે લોકોના ટોળાએ અડધો કિમી દૂર પીછો ભાગી છૂટેલા કારચાલકને ઝડપી પાડ્યો હતો અને મેથીપાક આપ્યો હતો. જોકે, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. લોકોએ કારચાલક પોલીસ હવાલે કર્યો હતો.
સુરત શહેરમાં વેગેનઆર (નં. GJ 05 JK 1028)ના ચાલકે બાઈક પર જઈ રહેલા દંપતી અને તેમની બાળકીને ટક્કર મારી હતી. જેના કારણે ત્રણેય લોકો રોડ પર પટકાયા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા. જોકે, બાળકી ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.