Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકાના કેલિફોર્નિયાના જંગલમાં નવ લોકો ચહેરા પર લીલો, ભૂરો અને કાળો રંગ લગાવીને આસપાસના વાતાવરણ સાથે ભળવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ લોકો સેના કે પોલીસના માણસો નથી. પરંતુ, તેઓ શહેરમાં નાના-મોટા કામ કરનારા સામાન્ય નાગરિકો છે.


મધ્ય પૂર્વ અને યુરોપમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે અમેરિકન લોકોમાં ત્રીજા વિશ્વયુદ્ધનો ભય અને રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન કે પછી ગૃહયુદ્ધના ભયને કારણે સર્વાઇવલ કોર્સની માંગમાં ઝડપથી વધારો થયો છે.

સામાન્ય નાગરિકો મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાને બચાવવા માટે વિશેષ તાલીમ લેવામાં ભારે રસ દાખવી રહ્યા છે. કેલિફોર્નિયા સર્વાઇવલ સ્કૂલના સ્થાપક ડેન બેયર્ડનું કહેવું છે કે તાજેતરમાં મોટી સંખ્યામાં તમામ ઉંમરના લોકો ખાસ પ્રકારની એસઈઆરઈ (સર્વાઇવલ, ઇવેઝન, રેઝિસ્ટન્સ અને એસ્કેપ) તાલીમ લેવા આવી રહ્યા છે.

તાલીમમાં લોકોને શીખવવામાં આવે છે કે મુશ્કેલ સમયમાં કેવી રીતે ટકી રહેવું અને જોખમના કિસ્સામાં પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું. ઉપરાંત સૈન્ય વ્યૂહરચના અને કુદરતી રીતે ઉપલબ્ધ સંસાધનોના વધુ સારા ઉપયોગ વિશે પણ માહિતી આપવામાં આવી છે.

ટ્રેનિંગ માટે આવેલી 42 વર્ષની સારાહ બેથ રીસ કહે છે, ‘લોકો પૂછે છે કે સર્વાઇવલ ક્લાસની જરૂર કેમ છે? જવાબ સ્પષ્ટ છે, આજે વિશ્વમાં જે થઈ રહ્યું છે તેના માટે. તે માત્ર સમયની વાત છે જ્યારે તકરાર ફક્ત સમાચારમાં જ નહીં પણ આપણી સામે પણ હશે.

Recommended