દેવામાં ડૂબેલી એડટેક કંપની બાયજુના સ્થાપક બાયજુ રવીન્દ્રને કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં કંપનીને ફરીથી લોન્ચ કરશે. રવીન્દ્રને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં પોતાનો જૂનો ફોટો શેર કર્યો અને લખ્યું, અમે ફરી ઉભા થઈશું. મને મારા વિદ્યાર્થીઓની આંખોમાં રહેલી ચમક યાદ છે.
એક સમયે બાયજુ દેશનું સૌથી મોટું એડટેક સ્ટાર્ટઅપ હતું. 2022 સુધીમાં, તેની વેલ્યૂ 22 અબજ ડોલર એટલે કે લગભગ 1.88 લાખ કરોડ રૂપિયા હતું, પરંતુ નાણાકીય ગેરવહીવટ અને અન્ય સમસ્યાઓના કારણે, 2024માં કંપનીની નેટવર્થ શૂન્ય થઈ ગઈ.
ફરીથી, જ્યારે અમે અમારી કંપની ફરીથી લોન્ચ કરીશું, જે મને લાગે છે કે અપેક્ષા કરતા વહેલા થશે- ત્યારે અમે મુખ્યત્વે અમારા જૂના લોકોને નોકરી પર રાખીશું. મારું વધુ પડતું આશાવાદી હોવું કેટલાકને ગાંડપણભર્યું લાગશે, પણ ભૂલશો નહીં કે નંબર વન બનવા માટે તમારે અલગ અને વિચિત્ર હોવું જરૂરી છે.