Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજસ્થાન જીઆરપીએ એક એવી મદારી ગેંગને ઝડપી પાડી છે, જે નાના બાળકોની ચોરી કરીને તેમને મદારીના ખેલમાં ‘જમૂરા’ બનાવતી હતી. આ ગેંગ હરિયાણાના ભિવાનીની છે. જેમાં પતિ-પત્ની, ભાઈ અને પુત્ર સામેલ છે. ગેંગે કબૂલાત કરી છે કે, તેઓ આંખના પલકારામાં રેલવે સ્ટેશન અને અન્ય જાહેર સ્થળોએથી નાના બાળકોને ઉપાડી જતા હતા. આ ટોળકી બાળકોને ભીખ માંગવા ઉપરાંત અન્ય ગુનાઓમાં પણ સામેલ કરતી હતી. ટોળકી પાસેથી બે બાળકો મળી આવ્યા છે. 10 દિવસ પહેલા કોટા જંકશન પાસેથી એક બાળકની ઉઠાંતરી કરવામાં આી હતી. આ ટોળકીમાંથી અન્ય 14 વર્ષીય બાળક પણ મળી આવ્યો છે, 10 વર્ષ પહેલા રાજસ્થાનના ગંગાપુર શહેરમાંથી ઉપાડ્યો હતો. એવી આશંકા છે કે આ ગેંગના અન્ય રાજ્યો સાથે પણ સંબંધ છે.

બાળકોની ચોરી મામલેકોટા, અજમેર અને જયપુરની 5 ટીમોએ 300 કિલોમીટરની ત્રિજ્યામાં 500થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરી. રેલ્વે એડીજી અનિલ પાલીવાલે જણાવ્યું કે આ ગેંગનો માસ્ટર માઈન્ડ મુકેશ મદારી ઘણા વર્ષોથી જયપુરના વિદ્યાધર નગરમાં કિશનબાગ નાળા પાસેના ડેરામાં રહે છે. કોટાથી બાળકનું અપહરણ કર્યા બાદ ગેંગના સભ્યો તેને ચોરીની બાઇક પર ભોપાલ લઈ ગયા હતા. બે દિવસ રોકાયા બાદ ટ્રેન મારફતે જયપુર આવ્યા.