જો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી નહીં જીતી શકે તો હેડ કોચ ગૌતમ ગંભીરને હટાવી શકાય છે. એટલું જ નહીં ચેમ્પિયન્સ ટ્રોફી રોહિત અને વિરાટ કોહલીની કારકિર્દી પણ નક્કી કરશે.
ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ અને ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી હાર્યા બાદ ગંભીરની ટીકા પણ થઈ રહી છે. BCCIની સમીક્ષા બેઠકમાં તેમના ભવિષ્ય અંગે ચર્ચા કરવામાં આવી હતી.
PTIના અહેવાલ મુજબ, ગંભીરની કોચિંગ કારકિર્દી અંગેનો નિર્ણય હવે આગામી ICC ટુર્નામેન્ટના પરિણામ પર સંપૂર્ણપણે નિર્ભર છે.
ગંભીરના કોચિંગ હેઠળ ભારતે 3 સિરીઝ ગુમાવી ગૌતમ ગંભીરે ગયા વર્ષે ઓગસ્ટમાં જ ટીમ ઈન્ડિયાના હેડ કોચનું પદ સંભાળ્યું હતું. તેના કોચિંગ હેઠળ, ટીમ બાંગ્લાદેશથી માત્ર 2 T-20 સિરીઝ અને એક ટેસ્ટ સિરીઝ જીતી શકી હતી. આ સમયગાળા દરમિયાન ભારતને ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝની સાથે શ્રીલંકામાં વન-ડે સિરીઝ પણ ગુમાવવી પડી હતી.
રિપોર્ટ્સ અનુસાર, ગંભીર ટીમમાંથી સુપરસ્ટાર કલ્ચરને ખતમ કરવા માગે છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા વરિષ્ઠ ખેલાડીઓ પણ તેમના કોચિંગ હેઠળ આઉટ ઓફ ફોર્મ દેખાતા હતા. જે બાદ બંનેની નિવૃત્તિ લેવાની અટકળોએ પણ જોર પકડ્યું હતું. માનવામાં આવે છે કે ઓસ્ટ્રેલિયામાં સિરીઝ 1-3થી હાર્યા બાદ સિનિયર ખેલાડીઓ અને ગંભીર વચ્ચે કેટલાક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.