Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કોઠારિયા ગામે રામ પાર્કમાં રહેતા અને જિલ્લા ગાર્ડન પાસેના બાપુનગરમાં રિક્ષાના પાર્ટસનો ધંધો કરતાં વેપારીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બે દિવસ પહેલા બાપુનગરમાં જેની હત્યા થઈ હતી તે યુવાનના પિતાનું ઉપરાણું લઈને બે શખ્સે વેપારી પર હુમલો કરતા અને દુકાન બંધ કરાવી દેતા લાગી આવવાથી આ પગલું ભર્યાનું બહાર આવ્યું છે.


કોઠારિયા ગામે રામ પાર્કમાં રહેતા અને જિલ્લા ગાર્ડન પાસે મોમાઇ પાર્ટસ નામે રિક્ષાના પાર્ટ વેચવાની દુકાન ચલાવતા કમલેશભાઇ મુકેશભાઇ પ્રજાપતિ (ઉ.25) એ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ લીધો હતો. માવતરેથી પત્ની રીમાબેન ત્યાંથી ફોન કરતાં હોય, પરંતુ ફોન રિસીવ થતો ન હોય જેથી તેણે સાસુ ભાવનાબેનને ફોન કરી કમલેશ ફોન રિસીવ ન કરતો હોવાનું જણાવતા સાસુ સહિત પરિવારે રૂમનો દરવાજો બંધ હોય અને ખખડાવતા નહીં ખોલતા દરવાજો તોડીને જોતા કમલેશને લટકતો જોયો હતો. બનાવને પગલે 108ની ટીમે પહોંચી તબીબે મૃત જાહેર કર્યા હતા.

પરિવારના કહેવા મુજબ બે દિવસ પહેલાં જિલ્લા ગાર્ડન પાસેના બાપુનગરમાં ઇશાન કાસમાણી નામના યુવકની હત્યા થઇ હતી. જેમાં આરોપી તરીકે અમન ઉલ્લા ઉર્ફે અમન મહેબૂબભાઇ ચૌહાણ, અફઝલ સિકંદરભાઇ જુણેજા અને સાહિલ હુસેનભાઇ પતાણીની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી હતી. અમન તેની પત્ની સાથે ઇશાનને અગાઉ સંબંધ હોવાની શંકાએ આ હત્યા થઇ હતી. હત્યામાં ત્રણ આરોપી પૈકીનો સાહિલ પતાણી અને તેનો પિતા હુસેનભાઇ પણ કમલેશ પ્રજાપતિની દુકાનમાં નોકરી કરતો હોય અને હત્યાના બનાવ બાદ મૃતકના સગાએ સાહિલના પિતા સાથે માથાકૂટ કરી ઘર ખાલી કરવાની ધમકી આપી હતી.

આ વખતે કમલેશભાઇ પાસે મદદ માગી હોય જેથી મૃતકના પરિવાર અને સગાઓએ દુકાને જઇને કમલેશભાઇ સાથે પણ માથકૂટ કરી બહાર કાઢી ધોકા મારી ધમકી આપી હતી. આથી ગભરાઇને કમલેશભાઇએ આપઘાત કરી લીધો હોવાનો આક્ષેપ કરતાં પોલીસે કાર્યવાહી કરી છે.