અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય પોતાના નામે કર્યો છે. મંગળવારે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં ટ્રમ્પે કહ્યું કે મેં બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ માટે મધ્યસ્થી કરવા માટે મોટાભાગે બિઝનેસનો ઉપયોગ કર્યો.
ટ્રમ્પે સાઉદી-અમેરિકા રોકાણ મંચમાં કહ્યું, 'મેં ભારત અને પાકિસ્તાનને કહ્યું, ચાલો મિત્રો, ચાલો એક ડીલ કરીએ.' કોઈ બિઝનેસ કરીએ. પરમાણુ મિસાઇલોનો વેપાર ન કરો. તેના બદલે જે વસ્તુઓ તમે ખૂબ સુંદર રીતે બનાવો છો તેનો બિઝનેસ કરો.’
સોમવારે પણ અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામનો શ્રેય પોતાને આપ્યો. તેમણે કહ્યું હતું કે મેં બંનેને સમજાવ્યું હતું કે જો લડાઈ બંધ નહીં થાય તો અમે વેપાર નહીં કરીએ.