Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટમાં વધુ એક વખત સિટીબસ ચાલકની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના આનંદ બંગલા ચોક નજીક પૂરપાટ ઝડપે જતી સિટી બસે રિક્ષાને ઓવરટેક કરતા સમયે સામેથી આવતા બુલેટ ચાલકને અડફેટે લીધો હતો. જેમાં બુલેટ ચાલક ફૂટબોલની જેમ ફંગોળાઇને રોડ પર પટાકાયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બુલેટ ચાલકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોવા મળે છે કે, બસની ટક્કરથી બુલેટચાલક ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈને 7 ફૂટ દૂર રોડ પર પકટાઇ છે.

રાજકોટમાં વારંવાર કોઈને કોઈ વિવાદોના ઘેરામાં સપડાયેલી રહેતી સિટી બસ સેવા ફરી એક વખત વિવાદમાં આવી છે. ફરી એક વખત સિટી બસ ચાલકની બેદરકારીના કારણે વાહન ચાલકને ઇજા પહોંચી છે. શહેરના આનંદ બંગલા ચોક નજીક ગઈકાલે બપોર પછી 3.47 વાગ્યા આસપાસ નવી શરૂ થયેલી ઇલેક્ટ્રિક સિટી બસ ઝડપથી રિક્ષાને ઓવરટેક કરવામાં બુલેટ ચાલકને અડફેટે લીધો હતો. બાદમાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

ગઈકાલે બપોરના 3.47 વાગ્યા આસપાસ આનંદ બંગલા ચોક નજીક સામાન્ય રીતે વાહનોની અવરજવર ચાલુ છે. આ દરમિયાન ત્યાંથી નવી શરૂ થયેલ ઇલેક્ટ્રિક સિટી બસ એક રિક્ષાને ઝડપથી ઓવરટેક કરવા જાય છે. પરંતુ આ દરમિયાન ઓવરટેક ન થતા એક સામાન્ય બુલેટચાલકને અડફેટે લીધો હતો. જેને ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બુલેટચાલકને ખાનગી હોસ્પિટલમાં 108 મારફત ખસેડવામાં આવ્યો હતો.