T-20 વર્લ્ડ કપમાં અમેરિકા અને આયર્લેન્ડની મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી છે. બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો છે. આવી સ્થિતિમાં ગ્રુપ-Aમાંથી યજમાન અમેરિકન ટીમ સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગઈ છે, જ્યારે 2009ની ચેમ્પિયન પાકિસ્તાન લીગ રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ છે.
આ મેચ શુક્રવારે રાત્રે 8:00 વાગ્યાથી ફ્લોરિડાના લોડરહિલમાં રમવાની હતી, પરંતુ શુક્રવારે ત્યાં વરસાદ શરૂ થયો હતો. થોડો સમય વરસાદ બંધ થયા બાદ અમ્પાયરોએ ત્રણ વખત મેદાનનું નિરીક્ષણ કર્યું. આખરે આઉટફિલ્ડ ભીનું હોવાના કારણે મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવાયો હતો.
T20 ઈન્ટરનેશનલમાં આયર્લેન્ડ અને અમેરિકા વચ્ચે છેલ્લી ટક્કર 23 ડિસેમ્બર 2021ના રોજ ફ્લોરિડામાં થઈ હતી. આ મેચ આયર્લેન્ડે 9 રને જીતી લીધી હતી. USA તે મેચમાં 18.5 ઓવરમાં 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તે મેચમાં સૌરભ નેત્રાવલકરે પણ 3 વિકેટ ઝડપી હતી. જોકે, અમેરિકન ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 150 રન જ બનાવી શકી હતી.