સુરત શહેરમાં એક પરફ્યૂમ કંપનીની આડમાં આંતરરાષ્ટ્રીય પોર્ન સબ્સ્ક્રિપ્શન માટે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતાં “ટી.એમ. પરફ્યૂમ” નામે ચાલતી પોર્ન સબ્સ્ક્રિપ્શનના રેકેટનો ખુલાસો થયો છે. તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. અલગ-અલગ પેકેજના નામે પોર્ન વીડિયો વેચવામાં આવતા હતા. 150થી વધુ સ્ટાફ અને ખાસ મહિલા કોલર્સનો ઉપયોગ પેકેજ વેચવા માટે કરવામાં આવતો હોવાોન ખુલાસો થયો છે.
આ કૌભાંડનો મુખ્ય સુત્રધાર અને કંપનીનો માલિક જૈમીન હોવાનું સામે આવ્યું છે, જેને પોતાની ગળા ઉપર “યોદ્ધા” ટેટૂ લખાવેલું છે. પોલીસે જૈમીન સહિત કુલ 8 આરોપીઓને ધરપકડ કરી છે અને તમામને હાલમાં 4 દિવસના પોલીસ રિમાન્ડ પર રાખવામાં આવ્યા છે.
જૈમીને “ટી.એમ. પર્ફ્યુમ” નામે જે કંપની ઉભી કરી હતી તેમાં માત્ર પર્ફ્યુમનું વેચાણ નહીં પરંતુ પોર્ન વીડિયોનું સબ્સ્ક્રિપ્શન પેકેજ આપવાની વ્યવસ્થા છૂપાઈને ચલાવવામાં આવતી હતી. કુલ 150થી પણ વધુ કર્મચારીઓ આ કોલ સેન્ટરમાં કામ કરતાં હતાં જેમાં મોટાભાગે મહિલાઓનો સમાવેશ હતો. આમાંથી 40થી વધુ મહિલા કર્મચારીઓ એવા હતાં, જે લોકોના મોબાઇલ નંબર પર સીધા કોલ કરીને પેકેજ ઓફર કરતી હતી. આ પેકેજ પોર્ન વીડિયો માટે આપવામાં આવતું હતું. એકવાર પેકેજ લઇ લીધા પછી, ફરીથી 10-15 દિવસ પછી ગ્રાહકોને કોલ કરીને નવા પેકેજ અને નવા વીડિયોની વાત કરવામાં આવતી હતી જેથી ગ્રાહકો વારંવાર સબ્સ્ક્રાઇબ કરે. જેઓને ગ્રાહકો સાથે પેકેજ અંગે વાતચીત કરવા માટે ખાસ તાલીમ અપાઈ હતી.
આંતરરાષ્ટ્રીય પોર્ન વીડિયો ડાઉનલોડ કરીને વેચાતા આ કોલ સેન્ટરમાંથી આંતરરાષ્ટ્રીય પોર્ન વીડિયો ડાઉનલોડ કરીને તેના પેકેજ બનાવવામાં આવતા અને ત્યારબાદ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવતા. મુખ્યત્વે મોબાઇલ અથવા OTT પ્લેટફોર્મમાંથી જો કોઈ વ્યક્તિ આ પ્રકારના કન્ટેન્ટ શોધે તો તેમના ડેટાના આધારે કોલ સેન્ટર તરફથી સીધા ફોન કરવામાં આવતા.