ઈન્કમ ટેક્સ વિભાગે નાણાકીય વર્ષ 2025 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર, 2025 કરી છે. આવકવેરા વિભાગે આજે એટલે કે મંગળવાર, 27 મેના રોજ આ માહિતી આપી.
ITR ફાઇલિંગની પ્રક્રિયા જૂનના પહેલા અઠવાડિયાથી શરૂ થઈ શકે છે. સામાન્ય રીતે તે 1 એપ્રિલથી શરૂ થાય છે, પરંતુ આ વર્ષે તેમાં વિલંબ થઈ રહ્યો છે. ગયા વર્ષે પણ તે એપ્રિલમાં શરૂ થયું હતું. વિલંબનું કારણ ITR ફોર્મ માટે જરૂરી ઓનલાઈન ટૂલ્સની ઉપલબ્ધતા નથી.
સીએ આનંદ જૈને જણાવ્યું હતું કે- "આલએક સ્વાગતપાત્ર પગલું છે કારણ કે 27 મે, 2025ના રોજ સાંજે 5 વાગ્યા સુધી ટેક્સ પોર્ટલ પર ITR ફાઇલ કરવાની સુવિધા ઉપલબ્ધ નથી.
ઘણા કિસ્સાઓમાં, વાર્ષિક માહિતી નિવેદન એટલે કે AIS પણ યોગ્ય રીતે ઉપલબ્ધ હોતું નથી. તેથી, આ વિસ્તરણ વ્યાવસાયિકો અને કરદાતાઓ બંનેને રાહત આપશે.