Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગોંડલ શહેર તાલુકાના પ્રબુદ્ધ નગરજનો, સામાજિક સંસ્થાઓ, જ્ઞાતિમંડળો અને ચુંટાયેલા હોદ્દેદારો દ્વારા ગોંડલની શાંતિ અને સલામતીને લઈ ને પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા તથા તેમનાં પુત્ર યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહનુ સન્માન કરાયુ હતુ. પ્રત્યુતરમાં જયરાજસિંહ જાડેજાએ કહ્યુ કે ગોંડલ પંથકની સલામતી માટે ટેટુ ચીતરવાનો મારો કોન્ટ્રાક્ટ હજુ યથાવત છે.


તાજેતર માં ગુંદાળા ચોકડી પાસે કોમ્પ્લેક્ષ માં વેપારીઓ ને રંઝાડી લુખ્ખાગીરી કરી રહેલા તત્વોને ગણેશભાઈ તથા જયરાજસિંહ દ્વારા શાનમાં સમજાવી સીધાદોર કર્યાની ઘટનાને લઈ ને પિતા પુત્રનુ સન્માન કરાયુ હતુ.યાર્ડના પૂર્વ ચેરમેન ગોપાલભાઈ શિંગાળા, ઘનસુખભાઇ નંદાણીયા,મનોજભાઈ કાલરીયા હંસરાજભાઇ ડોબરીયા તથા કનકસિંહ જાડેજા દ્વારા સન્માનનાં કાર્યક્રમમાં અનેક સંસ્થાઓ, જ્ઞાતિમંડળો,જીલ્લા,તાલુકા પંચાયત, નગરપાલિકા ના ચુંટાયેલા સદસ્યો તથા હોદેદારો,નાગરીક બેંક તથા માર્કેટ યાર્ડ ના હોદ્દેદારો સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.