શનિવારે સીતારમણે ₹50.65 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું. બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે પગારદાર લોકો માટે 12.75 લાખ રૂપિયા સુધીની આવક અને અન્ય કરદાતાઓ માટે 12 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત રહેશે. આમ કરીને સરકારે મધ્યમ વર્ગને અને દિલ્હીને પણ અપીલ કરી, જ્યાં ચાર દિવસ પછી 5 ફેબ્રુઆરીએ મતદાન થઈ રહ્યું છે.
દિલ્હીની વસ્તી 3 કરોડ 38 લાખ છે. આમાંથી 40 લાખ લોકો ટેક્સ ભરે છે. દિલ્હીમાં કુલ 1.55 કરોડ મતદાતાઓ છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીવાસીઓ 1.78 લાખ કરોડ રૂપિયા આવકવેરાના રૂપમાં ચૂકવે છે. અહીંના મધ્યમ વર્ગના 67% લોકો નવા સ્લેબથી પ્રભાવિત થશે.
સીતારમણે પોતાના 77 મિનિટના ભાષણમાં નવ વખત બિહારનો ઉલ્લેખ કર્યો અને રાજ્ય માટે મખાના બોર્ડની રચના સહિત અનેક જાહેરાતો કરી. રાજ્યમાં વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે. તે બજેટ ભાષણ માટે બિહારની પ્રખ્યાત મધુબની સાડી પહેરીને આવ્યાં હતાં.