દેશભરમાં ઇવી (ઇલેક્ટ્રિક વ્હીકલ)ની સતત વધી રહેલી માંગને કારણે ઇવી ચાર્જરની સ્થાનિક માંગ વર્ષ 2030 સુધીમાં 65%ના CAGRથી વધીને 30 લાખ યુનિટ પર પહોંચશે. વર્ષ 2021 દરમિયાન ઇલેક્ટ્રિક વાહનોના 17,000 ઇવી ચાર્જરનું વેચાણ નોંધાયું હતું. કસ્ટમાઇઝ એનર્જી સોલ્યુશન્સ (CES) અને ઇન્ડિયા એનર્જી સ્ટોરેજ એલાયન્સ (IESA)ના સંયુક્ત રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.
ઇવી ચાર્જરની માંગ માટે સરકારની પહેલ તેમજ ખાનગી રોકાણમાં વૃદ્ધિ છે. કસ્ટમાઇઝ એનર્જી સોલ્યુશન્સના એમડી રાહુલ વાલવાકરે જમાવ્યું હતું કે દેશમાં ઇલેક્ટ્રોનિક ક્રાંતિ ચોંકવાનારી ગતિએ આગળ વધી રહી છે. સરકારની પોલિસી તેમજ ખાનગી રોકાણ સ્વચ્છ અને ગતિશિલ ઇલેક્ટ્રિક મોબિલિટી તરફ દોરે છે.
વર્ષ 2022 દરમિયાન દેશમાં ઇવી ચાર્જરની માંગમાં ઉછાળો જોવા મળ્યો હતો. જેનું કારણ જાહેર ક્ષેત્રના સાહસો જેમ કે કન્વઝરન્સ એનર્જી સર્વિસ લિમિટેડ, એનટીપીસી વિદ્યુત વ્યાપાર નિગમ લિમિટેડ, ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશન લિમિટેડ અને કેરાલા સ્ટેટ ઇલેક્ટ્રિસિટિ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ટેન્ડર્સ છે, જેઓ વર્ષ 2023 દરમિયાન દેશભરમાં નવા અંદાજે 6,000 ચાર્જિંગ સ્ટેશન ઉમેરે તેવી શક્યતા છે