Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

હરિયાણાની કુસ્તીબાજ અંતીમ પંઘાલે શુક્રવારે કઝાકિસ્તાનની એટલિન શગાયેવાને 8-0થી હરાવીને અંડર-20 વર્લ્ડ ચેમ્પિયન જીતનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બનીને ઈતિહાસ રચ્યો હતો. અંતિમે આ સફળતા અંગે જણાવ્યું કે, ‘હું દરરોજ નિયત સમય સુધી ટ્રેનિંગ લીધા પછી વધારાની પ્રેક્ટિસ કરતી હતી.’

ટૂર્નામેન્ટ અંગે મારી પહેલાથી જ સારી તૈયારી હતી. ટૂર્નામેન્ટના 20 દિવસ પહેલા મેં ફોકસ સાથે પ્રેક્ટિસ શરૂ કરી હતી. નિર્ધારિત સમયમાં પ્રેક્ટિસ કરવા ઉપરાંત લગભગ એકથી દોઢ કલાક વધારાનો સમય પ્રેક્ટિસ કરતી હતી. આ જ કારણે ટૂર્નામેન્ટમાં જાપાનની ખેલાડીને એકપક્ષીય મેચમાં હરાવીને ગોલ્ડ જીતી શકી.