ભારત બાદ ઘણા યુરોપિયન દેશોએ પણ અમેરિકાને ટપાલ સેવાઓ સ્થગિત કરી દીધી છે. આમાં ભારત, ઇટાલી, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ઑસ્ટ્રિયા અને અન્ય ઘણા દેશોનો સમાવેશ થાય છે.
ટપાલ સેવા સ્થગિત કરવાનું કારણ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ નિયમો છે.
ખરેખરમાં, ટ્રમ્પ વહીવટીતંત્રે 30 જુલાઈ, 2025ના રોજ એક આદેશ જાહેર કર્યો હતો, જેમાં 800 ડોલર (70 હજાર રૂપિયા) સુધીના માલ પર ટેરિફ મુક્તિ નાબૂદ કરવામાં આવી છે. આ મુક્તિ 29 ઓગસ્ટથી સમાપ્ત થશે.
યુરોપિયન પોસ્ટલ સંગઠન પોસ્ટ યુરોપ અને અન્ય પોસ્ટલ વિભાગો અનુસાર, નવા નિયમો અંગે સ્પષ્ટ માહિતી હજુ સુધી આપવામાં આવી નથી. તેથી, પોસ્ટ દ્વારા સામાન મોકલવાની સેવાઓ હાલ પૂરતી બંધ કરવામાં આવી રહી છે.