વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઇલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ પૂરી પાડતી કંપની 'સ્ટારલિંક'ની સેવા આજે (15 સપ્ટેમ્બર) વિશ્વભરમાં ઠપ થઈ ગઈ છે. પરિણામે યુઝર્સને સેટેલાઇટથી ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ડાઉનડિટેક્ટરના જણાવ્યા અનુસાર, '14 સપ્ટેમ્બરના રોજ સવારે 10:47 વાગ્યે સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા ખરાબ થવા લાગી. આ આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ અનુસાર, લગભગ 45,000 યુઝર્સે પ્લેટફોર્મ પર આ સમસ્યાની જાણ કરી છે.'
અમેરિકામાં આઉટેજની સૌથી વધુ અસર
Downdetector.in એક એવું પ્લેટફોર્મ છે, જે વેબસાઇટ્સ અને ઓનલાઇન સેવાઓના આઉટેજને વાસ્તવિક સમયમાં ટ્રેક કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ આઉટેજથી અમેરિકા સૌથી વધુ પ્રભાવિત થયું છે.
યુ.એસ.ના ઘણા અન્ય રાજ્યો, જેમ કે એરિઝોના, નેવાડા અને યૂટામાં યુઝર્સ કનેક્ટિવિટી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત, વર્જિનિયા, લુઇસિયાના, ઇન્ડિયાના તેમજ કોલંબિયા જેવા આંતરરાષ્ટ્રીય સ્થળોએથી પણ આવા અહેવાલો આવ્યા છે.