રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ક્લેમ સેટલમેન્ટ નિયમોમાં સુધારો કર્યો છે. નવા નિયમો હેઠળ, બેંકોએ મૃત ગ્રાહકના બેંક એકાઉન્ટ અથવા લોકર માટેના ક્લેમનું સેટલ 15 દિવસની અંદર કરવું પડશે. કોઈપણ વિલંબના પરિણામે નોમિનીને વળતર મળશે.
કેન્દ્રીય બેંકની નવી ગાઈ઼ડલાઈન બેંકોની વિવિધ સેટલમેન્ટ પ્રક્રિયાઓને એકીકૃત કરશે, જેનાથી ગ્રાહકોના ક્લેમનું સમાધાન કરવાનું સરળ બનશે. RBIએ ગ્રાહક સેવા સુધારવા માટે ડોક્યુમેન્ટેશનને પ્રમાણિત કરવાનો પણ નિર્ણય લીધો છે. દેશની તમામ બેંકોએ 31 માર્ચ, 2026 પહેલા નવા નિયમ લાગુ કરવા પડશે.
RBI એ શુક્રવાર, 26 સપ્ટેમ્બરના રોજ નવા નિયમો જારી કર્યા, જેમાં મૃત ગ્રાહકોના બેંક ખાતાઓ અથવા લોકર્સ માટેના દાવાઓ 15 દિવસની અંદર સેટલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોઈપણ વિલંબના પરિણામે નોમિનીને વળતર મળશે.