Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જામનગરમાં ઓગસ્ટ 2021થી નિર્માણાધીન સૌરાષ્ટ્રનો સૌથી લાંબો 3.5 કિલોમીટરનો ફ્લાયઓવર ₹226 કરોડના ખર્ચે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. હાલ બ્રિજ નીચેના ભાગમાં પાર્કિંગ, સર્વિસ રોડ અને બ્રિજ ઉપર રિફ્લેક્ટર્સ, પીળા-કાળા-સફેદ પટ્ટા લગાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. બ્રિજ પર લાઈટો પણ લગાવી દેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આગામી 10 દિવસમાં આ બ્રિજનું લોકાર્પણ થઈ શકે તેવી તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે.


3450 મીટર લાંબા બ્રિજમાં 139 પિલર્સ રાજ્ય સરકારે જામનગર શહેરના સુભાષબ્રિજથી સાત રસ્તા સુધીના ફ્લાયઓવર માટે ₹197 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. 3450 મીટર લાંબો આ બ્રિજ 139 પિલર્સ પર ઊભો કરવામાં આવ્યો છે. આ ફ્લાયઓવરને ઈન્દિરા માર્ગ પર સાત રસ્તાથી ઓશવાળ સેન્ટર વચ્ચે, તેમજ ખંભાળિયા રોડ પર ઓશવાળ સેન્ટરના બીજા મુખ્ય દરવાજા તરફ એક-એક ટુ-ટ્રેક રેમ્પ આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત, સુભાષબ્રિજથી આવતા વાહનો માટે અને સાત રસ્તા સર્કલમાં જાડાના બિલ્ડિંગ પાસે પણ એક રેમ્પ બનાવવામાં આવ્યો છે. મુખ્ય બ્રિજ 15 મીટર પહોળો એટલે કે ફોર-ટ્રેક છે.