મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ ટૂંક સમયમાં SML Isuzuમાં હિસ્સો ખરીદી શકે છે. અહેવાલો અનુસાર, મહિન્દ્રા આ કંપનીમાં પ્રમોટરોનો સંપૂર્ણ હિસ્સો ખરીદવા માટે વાટાઘાટો કરી રહી છે. SML Isuzu એક ભારતીય કંપની છે જે નાના અને મીડિયમ સાઈઝના વાણિજ્યિક વાહનોનું ઉત્પાદન કરે છે.
આ ડીલ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને ટ્રક અને બસ સેગમેન્ટમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. રિપોર્ટ અનુસાર, M&M SML Isuzuના શેર ₹1,400 થી ₹1,500 પ્રતિ શેરના ભાવે ખરીદવા માંગે છે.
SML Isuzuના શેર 3% વધીને ₹1,703 થયા
આ સમાચાર પછી, આજે 24 માર્ચે SML Isuzuના શેરમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો. SML Isuzuના શેર 3.09% વધીને ₹1,703 પર બંધ થયા. આ કંપનીનું વર્તમાન માર્કેટ કેપ 2,500 કરોડ રૂપિયા છે. એમ એન્ડ એમના શેર 0.89% ઘટીને રૂ. 2,777 પર બંધ થયા.
અહેવાલો અનુસાર, M&Mનું બોર્ડ આ અઠવાડિયે મળનારી બેઠકમાં SML Isuzuમાં પ્રમોટરોનો હિસ્સો ખરીદવાના પ્રસ્તાવ પર વિચાર કરશે. જોકે, M&M એ આ સમાચાર પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.