Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એટલે કે UIDAIએ આધાર કાર્ડને ડિજિટલ રીતે મેનેજ કરવા માટે નવી મોબાઇલ એપ લોન્ચ કરી છે. આના માધ્યમથી હવે તમે તમારું આધાર હંમેશાં ફોનમાં સાથે રાખી શકશો.


UPIથી જે રીતે સ્કેન કરીને પેમેન્ટ કરવામાં આવે છે, તે જ રીતે આધારની નવી એપથી સ્કેન કરીને આધાર ડિટેલ્સ શેર કરી શકાશે. તેના માધ્યમથી એક જ ફોનમાં તમે 5 આધાર પ્રોફાઇલ સ્ટોર કરી શકો છો. ફિઝિકલ આધારની નકલ રાખવાની જરૂર નહીં પડે.

અત્યારસુધી mAadhaar ઓપનો ઉપયોગ થતો હતો. એ ડિટેલ્સ ચેક કરવા, ડિજિટલ આધાર કાર્ડ ડાઉનલોડ કરવા અને PVC કાર્ડ મગાવવા પર ફોકસ કરતો હતો. વળી, નવી એપમાં યુઝર્સ પોતાની આધારની માહિતીને સેફ રાખીને સ્કેન કરીને શેર કરી શકશે.