સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ ખાતેની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર વિવાદના વમળમાં ફસાઈ છે. દર્દીઓ માટે દવાનો સંજીવનીરૂપી દવા પૂરી પાડવાને બદલે, આ હોસ્પિટલનું કમ્પાઉન્ડ રાત્રિના સમયે દારૂની મહેફિલનું સ્થળ બનતું હોવાની આશંકા સર્જતાં દ્રશ્યો સામે આવ્યા છે.
હોસ્પિટલના જૂના બિલ્ડિંગ કમ્પાઉન્ડ તેમજ લાંબા સમયથી પાર્ક કરાયેલી ખખડધજ બનેલી એમ્બ્યુલન્સમાંથી દારૂની 9 જેટલી દારૂની ખાલી બોટલો મળી આવી. આ સમગ્ર ઘટનાથી સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્રની ગંભીર બેદરકારી છતી થાય છે. દારૂબંધીના કાયદા અને હોસ્પિટલની સિક્યુરિટી વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા થયા છે. જોકે સિવિલ અધિક્ષક ડોક્ટર મોનાલી માંકડિયાએ આ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
સિવિલ હોસ્પિટલનાં જૂના બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં 3 જેટલી ખખડધજ એમ્બ્યુલન્સ છે. જેમાં બે એમ્બ્યુલન્સ બહાર 3 બોટલ અને 1 એમ્બ્યુલન્સની અંદર 2 બોટલ દારૂની મળી આવી છે. આમ સૌપ્રથમ દારૂની 3 ખાલી બોટલો મળી આવી હતી. ત્યારબાદ વધુ તપાસ કરતા, લાંબા સમયથી નિષ્ક્રિય અને ખખડધજ હાલતમાં પાર્ક કરાયેલી એક એમ્બ્યુલન્સમાં દારૂની વધુ 2 ખાલી બોટલો મળી આવી હતી.