Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કેન્દ્ર સરકાર દેશના અર્થતંત્રને માપવાના માપદંડોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. ફેબ્રુઆરી 2026 થી છૂટક મોંઘવારી (CPI) અને દેશના વિકાસ દર એટલે કે GDP ના આંકડા નવી સીરિઝ (નવા આધાર વર્ષ) સાથે જાહેર કરવામાં આવશે. જ્યારે મે 2026 થી ઔદ્યોગિક ઉત્પાદન એટલે કે IIP ના આંકડા પણ નવી શ્રેણીમાં જાહેર થશે.


GDP અને IIP માટે નવું આધાર વર્ષ 2022-23 રહેશે. જ્યારે છૂટક મોંઘવારી માટે આધાર વર્ષ 2024 રહેશે. આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) એ તેની તૈયારી પૂર્ણ કરી લીધી છે.

હાલમાં GDP અને છૂટક મોંઘવારીના આંકડા જૂના આધાર વર્ષ 2011-12 મુજબ ગણવામાં આવે છે. જ્યારે વિશ્વના ઘણા દેશોમાં આ દર 5 વર્ષે અપડેટ થાય છે. આધાર વર્ષમાં આ ફેરફારનો મુખ્ય હેતુ ડેટાને વર્તમાન સમયની જરૂરિયાતો અને વપરાશ મુજબ વધુ સચોટ બનાવવાનો છે.

નવા આધાર વર્ષથી શું બદલાશે?

હાલમાં દેશમાં મોંઘવારી અને GDP ની ગણતરી માટે જૂનું આધાર વર્ષ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. લાંબા સમયથી નિષ્ણાતો એવી માગ કરી રહ્યા હતા કે આધાર વર્ષને અપડેટ કરવામાં આવે.

કારણ કે છેલ્લા એક દાયકામાં લોકોના ખર્ચ કરવાની રીત અને વસ્તુઓની પ્રાથમિકતા બદલાઈ ગઈ છે. નવી શ્રેણી આવવાથી સરકારી ડેટા દેશની આર્થિક સ્થિતિનું વધુ વાસ્તવિક ચિત્ર રજૂ કરી શકશે.