Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 


દૂધસાગર ડેરી દ્વારા ચાર મહિના બાદ સાગરદાણમાં 70 કિલોની બેગના ભાવમાં ફરી વધારો લાગુ કરાયો છે.પશુપાલકોને 70 કિલો સાગરદાણની પ્લાસ્ટીકની બેગ રૂ. 1400માં પડતી હતી, તે હવે રૂ. 1500માં પડશે અને શણબેગ રૂ. 1500 ભાવ હતા તે વધીને રૂ. 1600 થયા છે.એટલે પશુપાલકોના ખિસ્સામાંથી પશુઓના આહાર સાગરદાણ માટે રૂ.100 નો ભાવ વધારો અમલમાં આવ્યો છે.અત્રે ઉલ્લેખનિય છે કે, કાચા માલના ભાવમાં ઘણા સમયથી વધારો થવાના કારણે સાગરદાણના ભાવમાં વધારો થયો છે.

પશુપાલકોને પ્રતિ કિલો દૂધના ભાવમાં વધારો મળતાં એક હાથમાં આવક તો સાગરદાણમાં કમરતોડ ભાવ વધારાથી બીજા હાથે પશુઆહાર પાછળ ખર્ચ વધારો આવ્યો છે.ગત જુન મહિનાના અરસામાં સાગરદાણના ભાવમાં વધારો થયો હતો ત્યારપછી ફરી સાગરદાણના ભાવમાં તોતીગ વધારો આવ્યો છે.

મહેસાણા દૂધસાગર ડેરીના સુત્રોએ કહ્યુ કે, કાચા માલના ભાવ વધતા અન્ય ડેરીઓએ દાણના ભાવમાં અગાઉથી વધારો કરેલો છે, મહેસાણા દૂધસાગર ડેરીએ હવે રૂ. 100 વધારો અમલમાં કર્યો છે.મહેસાણા દૂધસાગર ડેરી દરરોજ અંદાજે 700 મેટ્રીક ટન સાગરદાણનું વેચાણ થયુ હોય છે, એટલે કે રોજીદી અંદાજે 11400 જેટલી સાગરદાણ બોરીનો પશુઆહારમાં ઉપાડ રહે છે. આ વેચાણના આંકડાના આંકલન પર નજર કરીએ તો હવે ભાવ વધારાના કારણે રોજીદા પશુપાલકોના ખિસ્સામાંથી પશુઓના આહાર માટે કુલ અંદાજે રૂ.11 લાખ વધુ ખર્ચાશે.