નાઈજીરિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન 'ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર'થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, બ્રિટનની મહારાણી એલિઝાબેથ બાદ આ સન્માન મેળવનાર મોદી બીજા વિદેશી હશે.
અત્યાર સુધી 15 દેશોએ પીએમ મોદીને તેમના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા છે. આ સાથે જ તેમને મળનારો આ 17મો આંતરરાષ્ટ્રીય એવોર્ડ હશે. અગાઉ 14 નવેમ્બરે કેરેબિયન દેશ ડોમિનિકાએ મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર - 'ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર' આપવાની જાહેરાત કરી હતી. COVID-19 મહામારી દરમિયાન ડોમિનિકાને મદદ કરવા બદલ તેમનું સન્માન કરવામાં આવશે. 21-22 નવેમ્બરના ગુયાના પ્રવાસ દરમિયાન મોદીનું સન્માન કરવામાં આવશે.