T20 વર્લ્ડ કપની રાહ પૂરી થઈ ગઈ છે. કાલથી ટૂર્નામેન્ટનો પ્રારંભ થઈ ગયો છે. 13 નવેમ્બરે ખબર પડશે કે આ વખતે કઈ ટીમ ચેમ્પિયન બનશે. સાથે જ, ત્યાં સુધીમાં આપણે આ ટૂર્નામેન્ટ સાથે જોડાયેલા ઘણા મોટા રેકોર્ડ્સને તૂટતા જોઈશું. ICCએ આવા 10 રેકોર્ડની યાદી જાહેર કરી છે જે આ મેગા ઈવેન્ટમાં તોટી શકે છે.
અત્યારસુધીમાં 7 T20 વર્લ્ડ કપ રમાઈ ચૂક્યા છે. શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધનેએ 31 મેચમાં 1016 રન બનાવ્યા છે. આ ટૂર્નામેન્ટમાં જયવર્ધનેઆ રેકોર્ડ તૂટે તેવી શક્યતા છે. આ રેકોર્ડ ટીમ ઈન્ડિયાના બે મજબૂત બેટર રોહિત શર્મા અને વિરાટ કોહલી તોડી શકે છે. તમે નીચે આપેલા ગ્રાફિક્સમાં ગેલ, રોહિત અને વિરાટ સહિત આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ટૉપ-10 બેટર્સની યાદી જોઈ શકો છો.
T20 વર્લ્ડ કપમાં અત્યારસુધી માત્ર 8 બેટર્સ સદી ફટકારવામાં સફળ થયા છે. આ 8 બેટર્સમાં વેસ્ટઈન્ડિઝનો પૂર્વ કેપ્ટન ક્રિસ ગેલ એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે T20 વર્લ્ડ કપમાં બે વખત આ કારનામું કર્યું છે. આ વિસ્ફોટક બેટરે 2007 અને 2016ના વર્લ્ડ કપમાં સદી ફટકારી હતી. હવે તેનો રેકોર્ડ ખતરામાં છે.
2014ના વર્લ્ડ કપમાં સદી ફટકારનાર ઇંગ્લેન્ડના બેટર એલેક્સ હેલ્સ અથવા જોસ બટલર જો આ વર્લ્ડ કપમાં સદી ફટકારશે તો ગેલના રેકોર્ડની બરાબરી કરશે. જો આમાંથી કોઈ પણ બે સદી ફટકારે છે તો ગેલનો રેકોર્ડ તૂટી જશે. નીચેના ગ્રાફિક્સમાં તમે T20 વર્લ્ડ કપમાં સદી ફટકારનાર તમામ બેટર્સની યાદી જોઈ શકો છો.