દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ સાથે વાત કરી હતી. તેમણે ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાને ચૂરમું ખવડાવવા માટે પણ કહ્યું.
નીરજ ચોપરાએ મોદીને શુભેચ્છા પાઠવીને વાતચીતની શરૂઆત કરી અને તેમને પૂછ્યું કે તમે કેમ છો, મોદીએ તેના પ્રશ્નનો જવાબ આપ્યો, 'જેવો છું એવો જ છું'. 'તારું ચૂરમું હજી આવ્યું નથી.'
આના પર નીરજ ચોપડાએ શરમાઈને કહ્યું, 'જરૂર લાવીશ. ગઈ વખતે દિલ્હીમાં ખાંડનું ચૂરમું હતું. હવે હું હરિયાણાથી ચૂરમું લઈ આવીશ અને તમને ખવડાવીશ.
પીએમ મોદીએ નીરજ ચોપરાને કહ્યું, 'મારે તમારી માતાએ બનાવેલું ચૂરમું ખાવું છે.' આના પર નીરજે વચન આપ્યું અને કહ્યું, 'શ્યોર સર.