Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પાવાગઢ વડાતળાવ ખાતે વહીવટી તંત્ર પંચમહોત્સવ કોરોના બે વર્ષ બાદ ઉજવ્યો હતો. 25થી 31મી ડીસેમ્બર સુધી પંચમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પ્રથમ બે દિવસ કાર્યક્રમમાં લોકોની સંખ્યા પાંખી રહેતા તંત્રે પાસ સીસ્ટમ રદ કરીને તમામ માટે સંગીત સંધ્યા કાર્યક્રમ માટે દરવાજા ખુલ્લા કરી દીધી હતી.

તેમ છતાં કાર્યક્રમમાં ભીડનો અભાવ દેખાવા મળ્યો હતો. જયારે પંચમહોત્સવમાં ભારતભરમાં નામના મેળવનાર અને વડાપ્રધાને સમ્માનીત કરેલ ભરતભાઇ બારીયાને પંચમહોત્સવના કાર્યકમમાં ન બોલાવતાં ભરતભાઇ બારીયાએ વિરોધ દર્શાવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

નાચગાન કરનાર બેકાબુ બનતાં ખુરશીઓ ઉછળી
પંચમહોત્સવમાં શુક્રવારની રાતે કિજલ દવેના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. કાર્યક્રમમાં સામાન્ય લોકો માટે ખુરશીની વ્યવસ્થાઓ ઓછી હતી. જેથી ઉભા રહીને કાર્યક્રમ નિહાળવો પડયો હતો. સંગીત સંધ્યામાં બેઠક વ્યવસ્થા પર લોકો ખુરશી પર ઉભા રહીને નાચગાન કરનાર બેકાબુ બનતાં ખુરશીઓ ઉછળી હતી.

આશરે 300થી વધુ ખુરશીની તોડફોડ કરી
કેટલાક યુવાનોએ ખુરશીનો કુરચો બોલાવી દેતાં આશરે 300થી વધુ ખુરશીની તોડફોડ કરી હતી. સ્ટેજ પરથી શાંતી રાખવાની અપીલ કરવા છતાં બેકાબુ બનેલા યુવાનોને કાર્યક્રમમાં અવ્યવસ્થા ફેલાતાં અનેક ખુરશીઓ ઉછળીને તોડી નાખી હતી. બે વર્ષ બાદ યોજાયેલો પંચમહોત્સવ કાર્યક્રમ ઉત્સાહ વિનાંનો રહ્યો હતો.

Recommended