દેશની અર્થવ્યવસ્થા પાછી પાટા પર આવવાની સાથે વ્યવસાયોનો આત્મવિશ્વાસ વધ્યો છે. લગભગ 80% નાના-મધ્યમ ઉદ્યોગો (SMEs) જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સ્થાનિક ઓર્ડર બુકમાં વૃદ્ધિની અપેક્ષા રાખે છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં આવો વિશ્વાસ ધરાવતા SMEs 75% હતા તેવો નિર્દેશ એસોચેમના એક સર્વે રિપોર્ટમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.
એસોચેમ D&B સ્મોલ બિઝનેસ કોન્ફિડન્સ ઇન્ડેક્સ જે નાના ઉદ્યોગોમાં આશાવાદના સ્તરને તપાસે છે. જે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે 83 ઇન્ડેક્સ પર છે. જો આ ઇન્ડેક્સ 50 થી ઉપર છે તો તેનો અર્થ એ છે કે આગામી ક્વાર્ટર ગયા વર્ષના સમાન ક્વાર્ટર કરતાં વધુ સારું રહેવાની શક્યતા છે.
એસોચેમ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ આત્મવિશ્વાસ ધરાવતા SMEs ઉત્પાદન ક્ષમતામાં 60% વધારો કરવા માંગે છે. આગામી ક્વાર્ટરમાં SME સેક્ટર પણ વધુ સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે. ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 75% SMEs ફિક્સ મૂડી રોકાણ વધવાની અપેક્ષા રાખે છે. વેચાણ વૃદ્ધિની અપેક્ષા રાખતા SMEની સંખ્યા Q2 માં 77% થી વધીને 79% થઈ. જોકે, ફુગાવા અને વૈશ્વિક મંદીને લઈને આ નાના અને મધ્યમ ઉદ્યોગોમાં ચિંતાનું વાતાવરણ પણ છે. પરિણામે નિકાસમાં વધારાની અપેક્ષા રાખતા SME સંખ્યા Q2 માં 86% થી ઘટીને 55% થઈ. વર્કફોર્સ વધારવાની અપેક્ષા રાખતા SMEની સંખ્યા 76% થી ઘટીને 72% થયાનું જાણવા મળ્યું છે.