ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 સિરીઝની છેલ્લી મેચ આજે ડબલિનના ધ વિલેજ મેદાન પર રમાવવાની હતી. પરંતુ ડબલિનમાં ભારે વરસાદને કારણે ટૉસ પણ શક્ય ન બનતા અંતે ત્રીજી મેચને રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 3 મેચની T20 સિરીઝ 2-0થી જીતી લીધી છે. ઉપરાંત તેઓએ આયર્લેન્ડને સતત ત્રીજી શ્રેણીમાં હરાવ્યું છે.
ખેલાડીઓ ચંદ્રયાન-3ના લેન્ડિંગના સાક્ષી બન્યા
મેચ પહેલા, ભારતના 'ચંદ્રયાન-3 મિશન'એ સાંજે 6 વાગ્યે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું, આ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો. ભારતીય ખેલાડીઓએ પણ આ ઐતિહાસિક ઉતરાણ આયર્લેન્ડના ડબલિનમાં બેસીને જોયું હતું. BCCIએ લેન્ડિંગ જોઈ રહેલા ખેલાડીઓની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.