Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ પોર્ટ ઑફ સ્પેનના ત્રિનિદાદમાં રમાઈ રહી છે. જેમાં ચોથા દિવસના સ્ટમ્પ્સ સુધીમાં વેસ્ટઈન્ડિઝે 2 વિકેટના નુક્સાને 76 રન બનાવ્યા છે. ટીમને હજુ 289 રનની જરૂર છે. જ્યારે ભારતીય ટીમને 8 વિકેટની જરૂર છે. તેજનારાયણ ચંદ્રપોલ 24 રન અને જર્માઈન બ્લેકવૂડ 20 રને અણનમ પરત ફર્યા છે.

કેપ્ટન ક્રેગ બ્રેથવેટ 28 રન બનાવીને આઉટ થયો હતો. તેને રવિચંદ્રન અશ્વિને જયદેવ ઉનડકટના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. અશ્વિને બ્રેથવેટને આઠમી વખત આઉટ કર્યો છે. આ પછી અશ્વિને કિર્ક મેકેન્ઝને LBW આઉટ કર્યો હતો.

ત્રિનિદાદના પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલી મેચના ચોથા દિવસે ભારતીય બોલરોએ વેસ્ટઈન્ડિઝને પ્રથમ દાવમાં 255 રનમાં ઓલઆઉટ કરી દીધું. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 438 રન બનાવ્યા હતા.

અશ્વિન-જાડેજાની જોડીએ ટેસ્ટમાં 500 વિકેટ પૂરી કરી
રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાની જોડીએ મળીને 500 ટેસ્ટ વિકેટ પૂરી કરી છે. જેમાં અશ્વિને 274 અને જાડેજાએ 226 વિકેટ લીધી છે.

ભારતની વિસ્ફોટક શરૂઆત, 181/2 પર ડિક્લેર કરી
વિન્ડીઝને 255 રનમાં આઉટ કર્યા બાદ ભારતે બેઝબોલ શૈલીમાં તેની બીજી ઇનિંગની શરૂઆત કરી હતી. ટીમે 24 ઓવરમાં 2 વિકેટે 181 રન બનાવ્યા હતા. અહીં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 181/2ના સ્કોર પર ટીમનો બીજો દાવ ડિકલેર કર્યો છે.

ઈશાન કિશને તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી હતી, જ્યારે શુભમન ગિલ 29 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ 44 બોલમાં 57 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી, જ્યારે ઓપનર યશસ્વી જયસ્વાલ 38 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.