યુવતીઓને પ્રેમજાળ અને લગ્ન કરવાની લાલચ આપી તેનું શારીરિક શોષણ કરવાના કિસ્સા સતત વધી રહ્યા છે ત્યારે આવો જ વધુ એક કિસ્સો પોલીસ દફતરે નોંધાયો છે, રાજકોટની યુવતીને જૂનાગઢના અજોઠા ગામના શખ્સે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અમદાવાદની હોટેલ અને ફ્લેટમાં લઇ જઇ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
શહેરમાં રહેતી 32 વર્ષની યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જૂનાગઢના અજોઠા ગામના જયદીપ દેવશી પંપાણિયાનું નામ આપ્યું હતું. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે રાજકોટમાં રહેછે અને જયદીપ પંપાણિયા સાથે પરિચય થયા બાદ તેણે પ્રેમનું નાટક કર્યું હતું અને ગત તા.4 ડિસેમ્બરના રોજ અમદાવાદ હોટેલમાં લઇ જઇ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હતા, યુવતીએ પ્રતિકાર કરતાં જયદીપે લગ્ન કરવાનો જ છે તેવી વાતો કરી યુવતીને જાળમાં ફસાવી હતી, ત્યારબાદ પણ લગ્ન કરવાની વાત આગળ ધરી યુવતીને ફ્લેટમાં લઇ જઇ અનેક વખત શારીરિક શોષણ કર્યું હતું.